GSRTC એસટી નિગમમાં 2263 ડ્રાઇવર, 4485 કંડકટર અને 2344 હેલ્પરની ભરતી કરાશે



GSRTC New Bharti 2026 Driver Conductor Helper Recruitment




GSRTC NEW BHARTI 2026:ગુજરાત રાજ્યમાં એસટી નિગમની સેવાઓ વધુ સુધારવા અને ભવિષ્યના રોડ મેપ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને એસટી નિગમના યુનિયનના સભ્યોને બેઠક યોજવામાં આવી હતી જેમાં મુસાફરોને સુવિધામાં વધારો કરવાનો તથા નિગમની કાર્યક્ષમતાને વધારી શકાય તે મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી . એ મહત્વની બેઠકમાં આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધા મળે અને યુવાનોને રોજગાર મળે તે માટે એસટી નિગમ માં 2263 તેને ડ્રાઇવર,  4485 કંડકટર અને 2344 હેલ્પર ની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવે છે કુલ 9092 જેટલી જગ્યાઓની ભરતી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નિગમ દ્વારા મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટ થતી પણ ભાડું વસૂલવામાં આવે છે .તેના કારણે નિગમની કુલ દૈનિક આવકમાંથી લગભગ 39% જેટલી આવક કેસલેસ અને ડિજિટલ પેમેન્ટ દ્વારા હાલ થઈ રહી છે.આ ભરતી દ્વારા રાજ્યના હજારો ઉમેદવારોને સરકારી નોકરી મેળવવાનો સારો અવસર મળી શકે છે. નવી ભરતી પદ્ધતિમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે લેખિત પરીક્ષા, મેરિટ અને ડ્રાઇવિંગ ટેસ્ટ જેવી પ્રક્રિયાઓ અમલમાં મૂકવામાં આવી શકે છે. ઉમેદવારો હવે સત્તાવાર જાહેરાત બહાર પડવાની રાહ જોઈ રહ્યા છે

CTET Exam Date Notification 2026 જાહેર –CBSE Declared Full Schedule અને Latest Update 

એસટી નિગમના અધિકારી કર્મચારીને હકારાત્મક અભિગમ 

તાજેતરમાં યોજાયેલી આ મિટિંગમાં  મુસાફરોની સુવિધાથી લઈને કર્મચારીના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. લાંબા સમયથી ડ્રાઇવર અને કંડકટર ની ભરતી કરવામાં ન આવી હોવાથી એસટી નિગમની સેવાઓને અસર થઈ રહી હતી તેને ધ્યાનમાં રાખીને મોટાભાઈ નવી ભરતીઓ કરવાનું નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે તેનો વધારાનો લાભ નિગમના અધિકારી કર્મચારીને આપવા સરકારે હકારાત્મક દરખાસ્ત પણ કરી છે. કોરોનામાં એસટી નિગમની કેટલી ઇમરજન્સી સેવા લેવામાં આવી હતી તેમાં, ફરજ બજાવતા જે અધિકારી કર્મચારીને મૃત્યુ થયા હતા તેમને વળતર આપવાનો પ્રશ્ન લાંબા સમયથી હતો તેમાં પણ મૃતકના પરિવારને 25 લાખનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય બસ સેવા ની ભરતીમાં નવી પદ્ધતિ અમલમાં (GSRTC BHARTI NEW UPDATE 2026)

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં ડ્રાઇવર કંડકટર અને હેલ્પરની ભરતી માટે અમલમાં રહેલ સામાન્ય સ્થાયી હુકમ ની સમીક્ષા અંતર્ગત મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ભરતી નિયમોની સમીક્ષા માટે રચાયેલી સમિતિ દ્વારા રજૂ કરાયેલા અહેવાલના સૂચનોને ધ્યાનમાં રાખીને નિકમ દ્વારા માનસિક સુધારા સાથે નવી ભરતી અમલમાં મૂકવામાં આવશે અને જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે.



ડ્રાઇવર ,કંડકટર ,હેલ્પર માટેની શૈક્ષણિક લાયકાત 

ડ્રાઇવર પદ માટેના ઉમેદવારોની દ્રષ્ટી ખામી ન હોવી જોઈએ અને રંગ અંધત્વ ન હોવું જોઈએ . સામાન્ય રીતે તેમની ઉંમર 25 થી 35 વર્ષની નક્કી કરવામાં આવેલી છે.આનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારોએ ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. સાથે સાથે હેવી વાહન ચલાવવાનો માન્ય લાઇસન્સ અને ઓછામાં ઓછા ચાર વર્ષનો અનુભવ અનિવાર્ય રહેશે. પસંદગી પ્રક્રિયામાં અમારે આધારિત લેખિત પરીક્ષા અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે. 


કંડકટર પદ માટે ઉમેદવારે ધોરણ 12 પાસ સાથે માન્ય લાયસન્સ ધરાવતો હોવો જોઈએ તેમની મર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે પસંદગી માટે OMR  લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તેના આધારે મેરીટ યાદી આધારે પસંદગી આપવામાં આવશે. 

હેલ્પર પદ માટે ઉમેદવાર સંબંધીત ટ્રેડમાં ITI પાસ કરેલું હોવા આવશ્યક છે આ સાથે સંબંધિત ક્ષેત્રમાં એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોવું જોઈએ. તેના વધારાના ગુણ ઉમેદવારોને આપવામાં આવશે. લેખિત પરીક્ષાના આધારે દસ્તાવેજોની ચકાસણી બાદ તેમની પસંદગી કરવામાં આવશે.

આ નવી પદ્ધતિથી પારદર્શિતા ગુણવત્તા અને યોગ્ય ઉમેદવારોની પસંદગી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે નિગમ ધરાવતો ઉમેદવાર લેવા માટે અપીલ કરવામાં આવે છે. ઉમેદવારોએ અત્યારથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને લેખિત પરીક્ષા તેમજ અન્ય પસંદગી પ્રક્રિયા માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ.રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં લેવાયેલા નિર્ણયો અને નવી જગ્યાઓ ઊભી કરવાના આયોજનને કારણે આગામી સમયમાં એસટી નિગમની સેવાઓ વધુ મજબૂત બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ભરતી અંગેની સત્તાવાર જાહેરાત બહાર પડતા જ ઉમેદવારોએ માત્ર અધિકૃત વેબસાઇટ પરથી જ માહિતી મેળવવી જોઈએ.


Post a Comment

0 Comments